Tuesday, January 21, 2014

તુજ તો કારણ છે મારા પ્રેમનું....

તારું ને મારું મિલન એ જ તો કારણ છે પ્રેમનું...
આંખોની ભાષા મેં વાંચી એ જ તો તારણ છે પ્રેમનું...

મારામાં ભળી ને વહીજા એ જ તો વહેણ છે પ્રેમનું...
દિલની લાગણીયો વળગી એ જ તો વળગણ છે પ્રેમનું...

સમણાના સંબંધોનો હિસાબ એ જ તો ચલણ છે પ્રેમનું...
દૂર રહીને પણ દિલ હરખાય એ જ તો સગપણ છે પ્રેમનું...

રણના ઝાંઝવે તરસ છિપાય એ જ તો તર્પણ છે પ્રેમનું...
મારા હાલને સમજે "જગત"માં એ જ તો સમર્પણ છે પ્રેમનું...jn

No comments:

Post a Comment