Wednesday, January 29, 2014

જીવન બાગ....

જો ને કેવો ઉજ્જડ થઇ ગયો છે આ બાગ..!!
એક વખત તો કેવો સરસ ખિલાવ્યોતો.! યાદ તો હશે..!!

પણ શુ થાય વસંતની મજા એને ક્યાં સુધી..!!
લાગે છે આજ પાનખરને પણ ઓડકાર આવ્યો હશે...

જો સંભળાય છે તને આ પવન ના સુસવાટા..!!
તને નથી લાગતુ કે એ પવન પણ ક્યાંક ડુસકા ભરતો હશે...

જો પેલી ડાળી પણ કેવી વિંટળાઇ ને વળી છે...
એ પણ પવનને વળગીને દર્દ ઠલાવતી હશે...

આ "જગત" તો ખુબ વિશાળ છે એ તો તુ જાણે છે...
પણ એની એ સીમા ક્ષિતિજ મા તો પુરી થતી હશે...jn..જગત

No comments:

Post a Comment