સમય માણસને ફરતા અને સરતા શીખવે છે..
ડૂબતા માણસને છબછબિયા તરતા શીખવે છે...
અધિરો બની રહી ગયો કાળા માથાનો માનવી..
ટીપે ટીપે સરોવર પણ ધીરજ ધરતા શીખવે છે..
જે. એન. પટેલ (જગત)
સમય માણસને ફરતા અને સરતા શીખવે છે..
ડૂબતા માણસને છબછબિયા તરતા શીખવે છે...
અધિરો બની રહી ગયો કાળા માથાનો માનવી..
ટીપે ટીપે સરોવર પણ ધીરજ ધરતા શીખવે છે..
જે. એન. પટેલ (જગત)
સમજીને ના સમજ બનવું એ ક્યાંય સમજણ છે..?
કહેવું છે ઘણું છતાંય ચૂપ રહેવું કેવી મૂંઝવણ છે..?
સામે હોય તો ઈશારો સમજુ એવું સહજ છે..
શબ્દોનો પુજારી શબ્દ શોધે કેવી પળોજણ છે..?
જે. એન. પટેલ (જગત)
શબ્દો ક્યાં મળે છે કે જેને કાપી શકાય...
મિત્રો ક્યાં મળે છે કે જેને વાંચી શકાય...
કહેવામાં શું જાય છે કે પ્રેમ છે મને..
લાગણીઓને ક્યાંથી માપી શકાય...
દેખાડો કર્યા કરે છે કાળા માથાનો માનવ..
રસ્તા શોધે છે જ્યાં સંબંધોને કાપી શકાય...
ઈશારાની પણ ભાષા હોય છે ને..
બધું જ થોડું શબ્દોમાં છાપી શકાય..
જગતની ઝંખના બધા જ સમજે છે ને..
હરતાં ફરતાં આમ સૌને થોડી આપી શકાય...jn
જે. એન. પટેલ (જગત)
તારી સાથે વાતો કરવી રોજ ગમે છે..
જ્યારે જ્યારે તું આંખો સામે રમે છે..
અચાનક લાગણીઓ છલકી જાય છે..
ત્યારે હસતાં હસતાં આંખો જમે છે..
અંતરના ઊંડાણ ક્યારેય મપાતા નથી..
બંધન હોય તો માણસ આપોઆપ નમે છે..
રાહ જોવાની રોજે રોજ આજ સમયે..
ન આવે તોય રોજ રાહ જોવાની ગમે છે..
એક બે ધબકાર ચૂકી જાય છે હૃદય..
તોય જગત એ મીઠી વેદનાને ખમે છે..jn
જે. એન. પટેલ (જગત)
માણસ છે એટલે ગમે ત્યારે ફરી શકે છે..
કુદરત છે એટલે ગમે ત્યારે વર્ષી શકે છે..
ઢાળમાં ઢળે વળાંકમાં વળે ને ચડાવમાં પડે.
માનવ સ્વભાવ આવું ગમે ત્યારે કરી શકે છે...
પવનને પણ થયું હશે કે ગરમી છે તો ટહેલુ..
વંટોળ બનીને આમ ગમે ત્યારે સરી શકે છે...
વૈશાખી વાયરાને ડીજેનો તાલ નહીં ગમ્યો હોય..
એમ માની વાદળ પણ ગમે ત્યારે ગરજી શકે છે..
માણસ નાચે તો વરઘોડો અને કુદરતનું વાવાઝોડું..
જગત પણ સમય સાથે ગમે ત્યારે ફરી શકે છે...jn
જે. એન. પટેલ (જગત)
કોઈ લખીને માણે..
કોઈ વાંચીને માણે..
કોઈ જાણીને જાણે..
કોઈ માણીને જાણે..
કોઈ લડે છે બાણે..
કોઈ સુવે છે બાણે..
કોઈ ભૂખ્યું ભાણે..
કોઈ ધરાયું ભાણે..
કોઈ આવે ટાણે..
કોઈ ચાલે ટાણે..
કોઈ ઘાયલ પાણે..
કોઈ પૂજાય પાણે...jn
જે. એન. પટેલ (જગત)
શોધીશ તો કોઈ તો મળી જ જાશે..
પણ મારી જેમ આમ પ્રેમ કોણ આપશે..!
પ્રેમથી જોવા વાળા ઘણાય હોય છે..
તને જોવા મારી આંખો ક્યાંથી લાવશે..!
પુરાવા માંગે છે લોકો આજકાલ પ્રેમમાં..
હૃદયમાં પ્રેમનો દસ્તાવેજ કોણ છાપશે..!
ફેશન થઈ ગઈ આજકાલ પ્રેમ કરવાની..
મારી તો જૂની રીત છે પ્રેમ કરવાની ફાવશે..!
પ્રેમમાં તો આખે આખું જગત પડ્યું છે..
છે તારી પાસે ફૂટપટ્ટી પ્રેમને કેમ માપશે..!.jn
જે. એન. પટેલ (જગત)
આપણું *જગત* ભલે નાનું લાગતું હશે પણ *સંગીતનું જગત* ખૂબ વિશાળ છે એની *વર્ષાના* વાવાઝોડાની *કલ્પના વસંતના* વાયરાયે પણ નથી કરી *હૈદરાબાદ* હેલીયે ચડે ને *કોલહાપુરમાં* ઘોડાપૂર આવે *કલકત્તાનું* કાજળ *નૈનામા* ભરાય *પુનાનો* પાવર *નાસિકથી* નાચતો નાચતો *સગમનેરના* સંગમાં *ચીખલીની* ચિચિયારી માં *નવસારીના* નવરસમાં *બંસી* વાગે ત્યાં *વનિતા* ખીલે *વિનોદના* લટકામાં *સુરત* આખું *મદહોશ* થઈ જામ ભરીને જુમે એ જોઈ *કિશોરા* અવસ્થા એ *ચાંદ* ખીલેને એ જોઈ *રેખા* રાતોની રાત જાગે ને *મોડાસા* આખું એ ગાય એક રાગે *સુંદરકાંડ* સાંભળીને *અમદાવાદ* આગે ને આગે ગાય દુહા *દેહગામ* સાંભળીને આખી એ *ધરા* જાણે ધ્રૂજે ધડમ ધડમ ને *પ્રીતિનો* પ્રેમ પામી *દિપીકાના* દિપથી *જગત* મારું થઈ જાય માલામાલ...jn
જે. એન. પટેલ (જગત)
સાવ એવું તો થોડું હોય કે તું કે એ બધું જ મારે માની લેવાનું..!
ક્યારેક તો એવું પણ જીવન જોઈએ કે તું આવે ને માણી લેવાનું...
રોજ છપ્પન ભોગ મળે ને મોજ પડે એમાં કાંઈ નવું નથી હોતું...
ક્યારેક તત્વજ્ઞાન જેવું તો ક્યારેક સૂકા રોટલા સાથે પાણી લેવાનું...
આજકાલ રાફડા ફાટ્યા છે કવિઓના અને કવિતાઓના પણ..
ક્યાંક ચોરી તો ક્યાંક ઉઠાંતરી તો ક્યાંક પોતાનું જાણી લેવાનું...
ગંગા શુદ્ધ હોય ક્યારેક પાત્રના કારણે એમાં કચરો આવી શકે છે..
વિચારોના કચરાનું પોટલું ગંધાય, ક્યારેક જાતે જ તાણી લેવાનું..
જગત આખું ચાલ્યા કરે કોઈના વગર ક્યાં કોઈનું થંભી જાય છે..
હાથમાં પાણી જગદીશ જાણી વિચારો તાણી જીવન માણી લેવાનું...jn
જે. એન. પટેલ (જગત)
રાહ જોવાની આવે એકલતામાં ત્યારે એમની આંખે ચોમાસું હોવું જોઈએ...
મળવાની વાત આવે ત્યાં હરખને મારે એમની આંખમાં આંસુ હોવું જોઈએ...
કોઈક ખાસ હોવું જોઈએ કલ્પના કે હકીકત પણ બારે માસ હોવું જોઈએ..
જિંદગીને મન ભરીને ચાહવા જીવન ભલે થોડામાં પણ ખાસું હોવું જોઈએ...
કોઈ કહે કેવું જીવ્યા કેટલું જીવ્યા કોની સાથે જીવ્યા એમાં કંઈ નવીન નથી..
વટ મારીને કહીએ એવું એક જણ સાથે જીવનનું એક પાસું હોવું જોઈએ...
પ્રેમ કરવા આખું જગત તત્પર છે ને એને તોડવા પણ આખું જગત તૈયાર છે..
હજારોની મેદની વચ્ચે પણ જોવે એક જણ એવું નજરનું ત્રાંસુ હોવું જોઈએ...
જીવને આવકારવા જગતનો નાથ હૈયે હામભરી હરખનો માર્યો તૈયાર હોય...
સ્વર્ગલોક હિલોળે ચડે આનંદે હૈયા ભરે ને ધરા પર ચોમાસુ હોવું જોઈએ...jn
જે. એન. પટેલ (જગત)
ચાલ ફરી એકવાર રંગોની સાથે જીવનને માણવું છે...
ચપટી ભરીને રંગને લઈ આવ તો જીવનને જાણવું છે...
જાણું છો હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે..
પિચકારી ભર ભાવ ને પ્રેમની ફરી જીવનને પિછાણવું છે...
તહેવારો પણ જો મન સાથે હવે ટૂંકા થતા જાય છે..
કેદ થયેલા ઉત્સવની જેમ હવે જીવનને તાણવું છે...
તુ રંગવા આવ રંગ વગર ને તોય હું તારા સ્પર્શે ગુલાબી થાઉં..
નિરપેક્ષ તારા પ્રેમના રંગે ફરીથી જીવનને માણવું છે...
પાણીની ગાર અને કોયલા નો પાકો કાળો કલર કેવો મજાનો..
હોલિકા દહનની સાથે વિકારોના જીવનને બાળવું છે...jn
જે. એન. પટેલ (જગત)
હું શ્રદ્ધાથી પૂજુ છું ને તમને સાક્ષાતકાર જોઈએ છે...
હું અહેસાસો માં જોવું છું ને તમને આકાર જોઈએ છે...
હું પથ્થરમાં પણ પરમેશ્વર ભાળી વંદન કરવા વાળો છું..
ને એ મંદિરમાં પણ જુઓ તમને ચમત્કાર જોઈએ છે...
બુદ્ધિજીવી બુદ્ધિવાદી કે બુદ્ધિનિષ્ઠ હું કદાચ નહીં હોવું..
જીવતો જાગતો ભગવાનન પણ તમને નિરાકાર જોઈએ છે...
સ્થિતપ્રજ્ઞ બની ચિત્તને ઈશ્વરમાં ચોંટાડવુ ક્યાં ફાવશે..
મંદિરમાં ઘંટારવ સાથે તમને હાહાકાર જોઈએ છે...
મનના મંદિરમાં આકાર નિરાકાર ચમત્કાર ને હાહાકાર છે...
ને બંધ આંખોમાં અમારો તમને સાક્ષાત્કાર જોઈએ છે...jn
જે. એન. પટેલ (જગત)
દમ ઘૂંટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
જગત થંભી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
કેટલા અરમાનો લગાવેલા હોય છે એમને આવીને મળવાના..
સમણા તૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
એમનો અહેસાસ માત્ર આનંદ ઉમંગ ને ઉત્સાહમાં રાખે છે...
જીવન છૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
રાહ જોવી અને તડપવું એમાં કંઈ હવે નવું નથી રહ્યું...
આશા તૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
જગતની ઝંખનામાં એમની ઝંખના પણ કાંઈ ઓછી નથી એ સાચું...
શ્વાસ ખૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...jn
જે. એન. પટેલ (જગત)
ક્યારેક આનંદ કરતા કરતા પણ થાક લાગે છે..
ક્યારેક પુણ્ય કરતા કરતા પણ પાપ લાગે છે...
સ્વજનોને સમય આપવો જ પડે છે સમય સાથે..
સમજણ ના હોય તો સંબંધોમાં પણ કાપ લાગે છે...
પોતિકા પણું હોય ત્યાં આનંદ આનંદ જ હોય છે..
ક્યારેક આશીર્વાદ આપવામાં પણ શ્રાપ લાગે છે...
લાગણીઓ ભલે ગમે એટલી ભીની ભીની હોય...
ક્યારેક બધું જ આપવા છતાંય અમાપ લાગે છે...
જગતમાં પારકા અને પોતાના કોને કહી શકાય..
ક્યારેક પોતાના કહેવાતાના પ્રેમનો તાપ લાગે છે...jn
જે. એન. પટેલ (જગત)