Sunday, November 14, 2010

મનગમતું આપીને પામું, સ્વર્ગ અહીં રચાય છે....

ફળ જો ભાવે તાજા તો વિચાર વાસી કેમ છે,

ફુલની ફોરમ મનગમતી, મનમાં દુર્ગંધી કેમ છે.

વસ્ત્રો મારા ભારે છે તો શબ્દો હલકા કેમ છે,

સુંવાળો હું સ્પર્શ ચાહતો, સ્વભાવ કાંટાળો કેમ છે.

માન મળે એવું ઈચ્છતો, અપમાન બીજાનું કેમ છે,

પ્રેમ મેળવવા ચાહું તો ઘૃણા મારામાં કેમ છે.

ફાવે મને સ્વાદ ઉત્તમ તો જીવન ખારું કેમ છે,

ઈચ્છું મને સહુ બોલાવે તો અહં ધારદાર કેમ છે.

લાગે છે કે જગત વિશેનો વિચાર મારો એમ છે,

દુનિયા મારી માલિકીની, સહુ મારા ગુલામ છે.

હક્કનો હડકવા છોડી, ફરજ મને સમજાય છે,

મનગમતું આપીને પામું, સ્વર્ગ અહીં રચાય છે................jn

No comments:

Post a Comment