Thursday, November 18, 2010

જીતનો વિશ્વાસ

વીપરીત આંધીમાં તારો અડીખમ આવાસ જોવો છે.....
તારા દીલમાં જીતનો વિશ્વાસ જોવો છે......

ઘડી એ ઘડી , ઘડી બદલાતી નથી.....
માનવીથી આજ પણ કુદરત હારી નથી......
ભટકાવતા હોય આફતો તારા કદમને આજ ભલે......
દિશાહિન એ રસ્તે પણ મંજીલ પામવાનો એક પ્રયાસ જોવો છે.........

નાના બનવામાં છોછ નથી હોતો કંઇ..........
વામન દેવનો એક ડગ ઓછો નથી હોતો કંઇ......
ઘેરાયેલો હોય ઉંચેરા માનવ પડછાયાથી આજ ભલે.......
ઉભો થાય જ્યારે તું ત્યાં નભ-વિસ્તાર ઓછો જોવો છે........

સુખેથી જીવાયતો બધા અહિં જીવી જાણૅ..........
મરણ એક ફૂલ-પથારી હોય તો સર્વે ઉંઘી માણૅ...........
અમસ્તો જ ઇતિહાસ બનતો નથી માનવીના નામનો,,,
એ ઇશ્વર હોય ભલે......................
રામને રામ બનવ્યો એ આદર્શ વનવાસ જોવો છે...........

તારો અડીખમ આવાસ જોવો છે....
તારા દીલમાં જીતનો વિશ્વાસ જોવો છે............

my friend............kjp...........kusum...............jn

No comments:

Post a Comment