Friday, November 19, 2010

આજે મારે તમને કાઈ કેવુ છે....


જો તમારે જો જાણવુ હોઇ તો સાઁભળો............

લોકો કહે છે કે
" પગ એટલા જ લાઁબા કરો કે જેટલી ચાદર લાઁબી હોય "
પણ મારુ માનવુ છે કે,
"તમારા મા તાકાત હોય એટ્લા પગ લાઁબા કરો,
ચાદર આપો આપ લાઁબી થઇ જશે. "


અને વધારે કઉ તો લોકો નુ એવુ માનવુ હોય છે કે
“દુનીયા જેમ ચાલે તેમ ચાલો.” પણઆ બાબત મા
મારુ મઁતવ્ય એવુ છે કે
“ એ તમારા હાથ મા છે કે દુનિયા ને કેમ ચલાવવી. “
તમારા મા તાકાત હોય અને ઇરાદા મક્કમ હોય તો આ દુનિયા મા તમે ધારો એ કરી શકો છો.

દુનિયા એમ કહે છે કે ,
“પરિસ્થિતી ના દાસ બની ને જીવન જીવતા શીખવુ જોઇએ.”
પણ મારુ માનવુ છે કે ,
“પરિસ્થિતી ના દાસ બની ને નહિ પરઁતુ પરિસ્થિતી ને તમારી દાસી બનાવી ને જીવો”


બધા કહે છે કે ,
“ કોઇ કોઇનુ નથી રે.......”
પણ..................................
” આપણે કોઇના થઇએ તો કો’ક આપણુ થાય ને”.................

એક
ટુઁકી વાર્તા છે..... એક વખત એક માણસ મૃત્યુ પમ્યો
અને ઉપર જઇ ને ભગવાન સાથે લડ્યો કે...
“હે ભગવાન....આ દુનિયા મા આટલા અત્યાચાર વધી
ગયા છતા પણ તે કોઇ સજ્જન માણસ ને સુધારા માટે કેમ ના મોકલ્યો ?”
ત્યારેભગવાન પણ હસી ને કહે છે કે,
“મે તને પણ મોકલ્યો”તો.....તે ત્યા જઇને શુઁ કર્યુ ?”.................jn

No comments:

Post a Comment