Friday, November 19, 2010

સૌથી મોટો રૂપિયો..

સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી આ રૂપિયો
આજ મારો અને કાલે
બીજાનો કોઈનો નથી રૂપિયો

ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
દોસ્તી
અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની
ભાષા છે રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો

કાલીયા
ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી
રૂપાળો આ રૂપિયો

એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
માન અને
સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો

મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો
છે રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો

સબધ,લાગણી,પ્રેમ
કઈ નથી જોતો આ રૂપિયો
ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો.......jn

No comments:

Post a Comment