Friday, September 24, 2010

gujrati kavitaeeeeeeeeeee

” પ્રેમમાં તો એવું ય થાય છે.

સાવ અણધાર્યું કોઇ ગમી જાય છે.

પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે, સખી,

સંગાથે ઊડવાનું થાય છે.

જયારે અણધાર્યું કોઇ ગમી જાય છે.

ત્યારે અંદર હેમંત કોઇ ગાય છે.

પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ

બસ એવું એવું તો પ્રેમમાં થાય છે.

જયારે અણધાર્યું કોઇ ગમી જાય છે.”


ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

- કૈલાસ પંડિત


તારા પ્રેમ ની પ્યાસ છે મારી કવિતામાં,

તને ક્યાં વિશ્વાસ છે મારી કવિતામાં.

તારા વિષે લખવા બેઠો છું બહુ મુઝવણમાં,

છતાંય કેટલો સુંદર ત્રાસ છે તારો મારી કવિતામાં.

મારાથી દુર જા એની ચિંતા નથી દિલને,

પણ તારું રહેવું ખાસ છે મારી કવિતામાં.

'અનિકેત' ફક્ત પ્રેમ વિષે લખે છે એવું નથી,

તારી નફરતનું પણ નિવાસ છે મારી કવિતામાં..... !

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.
મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘મુસ્તાક’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે


અમે ઝીન્દંગી સવારી ને બેઠા..
તમે આવસો એવુ વિચારી ને બેઠા.
ફક્ત તમારા એક દિલ ને જીતવા,
અમે આખો સંસાર હારી ને બેઠા.....
પ્રેમ શું છે ?
”ના પુછો તો સારુ?
સાચવો તો અમૃત છે.
પીવો તો ઝેર છે.
દરેક રાત્રે એક મીઠો ઉજાગરો છે.
આંખ અને નીંદરને સામ-સામે વેર છે.
આખરે તેનુ નામ જ તો પ્રેમ છે.”

પ્રેમની છે બાદબાકી જીવનમાં,વેદનાના થાય છે સતત સરવાળા,
કોઇ નથી જે કરે દુખનો ભાગાકાર,છે બધા તેનો ગુણાકાર કરવાવાળા,
ખુલતી નથી બધી ચાવીઓ અજમાવી લીધી,નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા,
થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી,કાલ સુધી જે હતા મારી પાસે રહેનારા,
કેમ ભરાશ ઝખ્મૉ હદયના જે આપ્યા છે એમણે,જે હતા ક્યારેક મારા ઘાવને ભરનારા,
આંખોમા સપના આંજી મને હસાવનારા,ક્યાં હતી ખબર કે એ જ હશે રડાવનારા,
યાદ કરુ છુ પલેપલ કહેતા હતા જેઓ,છે મને આજે એજ ભુલી જનારા,
દાવો કરતા હતા જીદગીભર પ્રેમ આપવાનો,પ્રેમની રાહમાં એકલો છોડી જનારા,
મળી જશે રસ્તામાં ક્યારેક તો પુછી લઈશશું વાંક હતો મારો? મને સજા આપનારા!!!!!


એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્તX

આંખમાં ઊંઘ સળવળે છતાં આજે જાગવું છે.
વીતેલી ક્ષણોને જીવંત કરી આજે જાગવું છે.
વાતવાતમાં લડવું, રિસાવું, દૂર જઇ વળી પાછા ફરવું,
એ અમથું અમથું ઇતરાવું, વળી છુટાં પડતાં કરમાવું,
તનહા બેચેન રાતોની યાદમાં, આજે જાગવું છે.
લાગણીઓનું મનમાં છુપાવું, ને અંતે આંખોમાંથી છલકવું,
સાંત્વનનું વાળમાં ફરવુંને, ઉકળાટનું શાંત પડવું,
અવ્યક્ત ઉર્મિની વ્યથાની, યાદમાં આજે જાગવું છે.


jnpatel

No comments:

Post a Comment