Friday, September 24, 2010

ગુજરાતી શાયરી

પ્યાર ગઝલ હૈ ગુનગુનાને કે લિયે,
પ્યાર નગ્મા હૈ સુનાને કે લિયે,
યે વો જઝબા હૈ જો સબકો મિલતા નહિ,
ક્યુંકી હોસલા ચાહિયે પ્યાર નિભાને કે લિયે.


આપ હર મંઝીલ કો મુશ્કિલ સમજતે હૈ,
હમ આપકો મંઝીલ સમજતે હૈ..…
બડા ફર્ક હૈ હમારે ઔર આપકે નઝરયે મેં,
આપ હંમે સપના ઓર હમ આપકો અપના સમજતે હૈ
….


વો મિલ જાતે હૈ કહાની બનકર…
દિલ મેં બસ જાતે હૈ નિશાની બનકર…
જિન્હેં હમ રખતે હૈ અપની આખો મેં..
કયો નીકલ જાતે હૈ વો પાની બનકર


કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ?
?ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી


દુખ ના થયા એવા અનુભવ કે,જે મળે તેને હાલ પુછુ છું

,આંસુ જો ટપકે કોઈ ની આંખે,મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ


કુદરતને મન સુંદરતાની કલ્પના છો આપ,
પુષ્પોને અર્પો છો સોડમ આપ,કેટલા સુંદર છો આપ,
કેમ કરી કહુ આપને કે,
રાજકન્યાઓ પણ શરમાય છે,
જ્યારે દર્શન આપો છો આપ.

આંખમાં ઊંઘ સળવળે છતાં આજે જાગવું છે.
વીતેલી ક્ષણોને જીવંત કરી આજે જાગવું છે.
વાતવાતમાં લડવું, રિસાવું, દૂર જઇ વળી પાછા ફરવું,
એ અમથું અમથું ઇતરાવું, વળી છુટાં પડતાં કરમાવું,
તનહા બેચેન રાતોની યાદમાં, આજે જાગવું છે.


એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

નથી એક માનવી બીજા શુધી પહૌંચ્યો,સદીઓ થી બંધાય છે રસ્તાઓ અને ધોરીમાગૉઁ....


પ્રેમની છે બાદબાકી જીવનમાં,વેદનાના થાય છે સતત સરવાળા,
કોઇ નથી જે કરે દુખનો ભાગાકાર,છે બધા તેનો ગુણાકાર કરવાવાળા,
ખુલતી નથી બધી ચાવીઓ અજમાવી લીધી,નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા,
થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી,કાલ સુધી જે હતા મારી પાસે રહેનારા,
કેમ ભરાશ ઝખ્મૉ હદયના જે આપ્યા છે એમણે,જે હતા ક્યારેક મારા ઘાવને ભરનારા,


હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં

અમે ઝીન્દંગી સવારી ને બેઠા..
તમે આવસો એવુ વિચારી ને બેઠા.
ફક્ત તમારા એક દિલ ને જીતવા,
અમે આખો સંસાર હારી ને બેઠા.....
પ્રેમ શું છે ?

કોઈના
ખાસ બની સકાય તેવી કિસ્મત હોવી જોઈએ ,

જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર હોવી જોઈએ

બાકી પ્રેમ તો ઘણા કરે ,બસ એ પ્રેમ તૂટે નહિ તેવી લકીર હોવી જોઈએ..:


લોકો તો કહે છે કે એકલા આવ્યા ને એકલા જવાના છીએ,
પણ હું કહું છું કે બે જણ લઇ આવ્યા 'તા અને ચાર જણ લઇ જશે. ............


જાતજાતની સુખસગવડો આજે આપણને ચકરાવે ચડાવી રહી છે.

દરેકે દરેક તેનો લાભ લેવા વલખાં મારે છે.

જ્યારે ભૌતિક સુખસગવડો પાછળ આંધળી દોટ મુકાય છે,

ત્યારે જીવનને સમજવું, આપણા અસ્તિત્વ વિશે સભાન બનવું,

એવી અત્યંત મહત્વની બાબતોની નરી ઉપેક્ષા ક..


ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી

એ તો મહોબ્બત ને રમત કહે છે,અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..


જિંદગી મળવી એ નસીબ ની વાત છે,મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે


જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.

અને એ રસ્તો એને જ મળતો હોય છેકે જેનો ચહેરો સદાય હસતો હોય છે


આ જિંદગી આમ જુઓ તો અમારી છેપણ એમા થોડી મહેરબાની તમારી છે

ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓપણ એમા કિસ્મત લખેલી અમારી છે


જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.

ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ


જીવન અટકતું નથી... કુદરત અટકતી નથી... તો પછી આપણે કેવી રીતે અટકી શકીએ?

જીવનમાં આગળ વધવા માટે આપણે રોજ આપણી જાતને ઢંઢોળવી જરૂરી છે.

આત્મ-નિરીક્ષણ અને આત્મ-પરીક્ષણ જરૂરી છેકોયલ ને કુંજન વિના ના ચાલે,

ભમરા ને ગુંજન વિના નાં ચાલે,તમે અમારા એવા મિત્ર છો કે,અમને તમારા વિના ના ચાલે.


દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક ના નો અર્થ “ના” નથી હોતો.


પીવા પડે છે આંસુ સરે જે નયન થી
રસ્તા સરી ગયા તેમના જ ચમન થી
પ્રુથ્વી પર છવાયો છે અંધકાર ઘોર કાળો


કોઈકે સાચુજ કહ્યું છે ,,,,
કબર પણ સુન્દર લાગે છે ,
જેમાં સાચા પ્રેમ ના રેહવાસી હોય ..


માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી


કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.
જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો..


jnpatel

No comments:

Post a Comment