Tuesday, September 14, 2010

હું એટલું શીખ્યો છું…

હું એટલું શીખ્યો છું

કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોયછે.

કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડીખાય છે.

કે તમે મારો દિવસ સુધારી દીધોએવું મને કહેનારહકીકતમાં

મારો દિવસ સુધારી દે છે.


કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથીશાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોયછે.

કે દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારેસારું છે.

કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર કરવો જોઈએ.

કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં હોય ત્યારે મારેતેના માટે

પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડેપણ આપણી

પાસે એવા બેચાર મિત્રો તો હોવા જોઈએ કે જેમની સાથે

ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એકસહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.

કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમનજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !

કે આપણને બધું નથી આપ્યું ભગવાને આપણને આપેલઉત્તમ વરદાન છે !

કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જિંદગીનેસાચું સ્વરૂપ આપતી હોય છે.

કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય છે પ્રેમ અને લાગણી ઝંખે છે.

કે આપણા ગણવાથી કે ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથીજતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.

કે સમય કરતાં પણ પ્રેમમાં દરેક ઘાને રુઝવવાની શક્તિરહેલી છે.

કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારેપ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું છે.

કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જોઈએ.

કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમેપ્રેમમાં પડો !

કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી !

કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી નથી. આપણે જો ઝડપી લઈએ તો બીજુ કોઈક ઝડપી લેવા તૈયાર હોયછે.

કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તોખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાયબનતું નથી !

કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં રાખવા જોઈએ, કારણ કે કરે નારાયણ અને કાલે કદાચએને પોતાને પાછા ગળવાનો વારો આવે તો તકલીફ પડે !

કે સુંદર મજાનું સ્મિત ચહેરાની સુંદરતા વિનામૂલ્યેવધારવાનું એક અદ્દભુત ઔષધ છે.

કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળીપોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો.

my friend

No comments:

Post a Comment