Tuesday, June 21, 2011

કોઈ ક્યાંક એકલું મુકીતો નહિ જાયને...!!.

ફૂટેલું એક અંકુર ખીલતાં પેહલાં જ
ક્યાંક મુરજાઇ તો નહિ જાયને...!!

વરસેલું એક બુંદ પડતાં પેહલાં
જ ક્યાંક શોષાઇ તો નહિ જાયને...!!

ઉગેલું એ ભાનુ નું કિરણ ક્યાંક
વાદળમાં જ દટાઇ તો નહિ જાયને..!!

આવેલું એક સ્મિત એ હોઠોમાં
જ ક્યાંક સીવાઇ તો નહિ જાયને..!!

બોલતા શિખેલું એ બચપન ક્યાંક
ફરી મૂંઝાઈ તો નહિ જાયને...!!

ફરી એકવાર "જગત"માં કોઈ
ક્યાંક એકલું મૂકી તો નહિ જાયને...!!..jn

No comments:

Post a Comment