Sunday, July 6, 2014

એક સમણુ....

બોલ બોલ તારે શું જોઈએ...
આવું આજ એ ઈશ્વરે મને કહ્યું..
મેં કહ્યું મારી વીતેલી પળોને
કલ્પનાઓ આપી દે બસ...
હા તો બોલ શું શું છે એમાં...
એક તો મારું બચપન.. નિર્દોષ હાસ્ય..
ખેતરના સેઢે તારું લીંગ બનાવી રમવું..
ઠીકરીને ઠેસ મારી રમવું એ ચોખંડ..
બળદગાડામાં બેસી હુરરરર.. વાળી ચિચીયારી..
મિત્રો સાથેના એ નિર્દોષ ઝઘડા..
ઉત્તરી વાયરે પતંગ પાછળની દોડ..
વહેતી સરીતામાં ધડુમ દઈને મારેલા ભૂસકા..
સાયકલની સવારીએ રમેલો પક્કડ દાવ..
ભિંજાતા વરસાદે હુતુતુતુની એ રમત..
ઉંબરે ચડી યુવાનીના જોતા તારી કલાકૃતિને..
જેના જોયા હોય સમણા..એ બની હકીકત
એ આવી ત્યાં સુધીની સોનેરી પળોને..
આવી મુજ આંગણે સજીને સોળ શણગાર
બની ગઈ મારામાં એકાકાર..
આપી અનમોલ નીશાની ને મુખપર
છવાએલી મારી એ ઘડીને..
બસ આટલીજ છે આ જગતની ઝંખના.. ને
એ ઈશ્વર બોલ્યો..₹ આજ એના
કરતા પણ વિશેષ છે..
મેં પૂછ્યું કેમ...!!
એ બોલ્યો એ કલ્પનાઓ આજ
તારી હકીકત છે એને જીવવી કે
કેમ એ તારા હાથમાં છે...
અને એ આગળ કાંઈ બોલે એ
પહેલાંજ હું જાગી ગયો...jn

No comments:

Post a Comment