Wednesday, July 9, 2014

અંતિમઘામ.....

વરસતી રહી આંખો, ને ગરજતું રહ્યું  મન..
બુંદોને વીણી હૈયાના સાગરે ભળાવશે કોણ..??

નયનોમાં મૃગજળ બની દોડી રહ્યું રણ..
વંટોળ બની ચક્રવાકનું નામ વટાવશે કોણ..??

વસંતની રાહ જોઈ ઉભો, સુકો ભઠ્ઠ બની..
પાનખર બની જીવન મુક્તિ કરાવશે કોણ..??

વહેતી સરિતા કોઈદી પૂછે છે સાગરનુ ઘર ક્યાં..!!
સ્થિર બની વહેતી સરસ્વતી ને પરણાવશે કોણ..??

અરુણની ઓથમાં ભાનું, ને વાદળે છુપાયો ચંદ્ર..
દોડ પકડની આ રમત એકબીજાને જીતાવશે કોણ..??

બીડાયેલી પાંપણો હવે સુકાવા પણ લાગી..
ચિત્રગુપ્તના ચોપડે નામ એનું  ચડાવશે કોણ..??

અંધકાર આવ્યો ને બની એકલ આ મનદંડી..
પડછાયાને પણ હવે એનો સારથી બનાવશે કોણ..?

માટી બની ગયુ, હવે આ સુગંધી ચંદન..
અઘોરીના મંદિર સુધીની સફર ફરાવશે કોણ..??

આકાશ વાયુ જળ અગ્નિ પૃથ્વી, મટ્યા "જગત"માં..
અંતિમધામનો સીપાહિ આગિયો બની પ્રગટાવશે કોણ..??..jn

No comments:

Post a Comment