Thursday, July 24, 2014

સ્મરણોની હેલી....


તારા આવાનો હવે સમય થયો,
આવે તો *ગળકબારી* ખુલ્લી વાખી લઉં...

વર્ષા, ને તારા સ્મરણોની થઈ હેલી,
શ્વાસમાં ભરી, આંખોમાં આંજી લઉં...

આભલે પૂરી મેઘધનુષ રૂપી રંગોળી,
રેખાઓમાં ઓષ્ઠની મ્હેંદી રચાવી લઉં...

પાનેતરમાં મઢ્યું હોય સારસનું જોડું,
અવસર મીઠો, મન હ્રદયે ભરી લઉં...

મનદંડી પગદંડીએ ઉતાવળી થાય,
નાખી નાથ એને, લગામ નાથી લઉં...

અધરોમાં ફુટે કુપણ ને આવે હરિયાળી,
ખીલી ઉઠે શખ્ખો, નયને સજાવી લઉં...

ઝરમર ઝરમર છાંટડી વરસાવું,
કુદરતના શ્રેષ્ઠ સર્જનને પિછાણી લઉં...

વાદળી વર્ષાની હેલી વધારતી રહે,
સ્વાસોની ગતિ અંગે અંગમાં પહેરાવી લઉં...

થશે ગડગડાટ, મનમાં આવશે ફફડાટ,
સાંબેલાધાર બની, સ્નેહ વરસાવી લઉં...

આવે આજ સેજે સ્મરણોની હેલી,
"જગત"ની ગલીઓમાં એને વહાવી લઉં....jn

No comments:

Post a Comment