Monday, June 21, 2010

ભાગ્યમાં જે હોય છે તે થાય છે

આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી.
મળવા ખાતર મળી જાય છે બધુ,મન
ને શાંતિ નથી મળતી.

કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય
છે,
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.

જેને શોધતા

હોય છે નયન તેવી છબી નથી મળતી.
મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી
મળતી.

પ્રેમમાં મળી તો જતા હોય છે મન,પણ નસીબની રેખા નથી મળતી.

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

jnpatel

No comments:

Post a Comment