Saturday, June 12, 2010

WE HAVE NO TIME BECAUSE TIME IS MONEY

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે !
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે,
આ બધું ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે, લગ્નની મળે કંકોત્રી, ત્યાં સીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
પાંચ આકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,પત્ની નો ફોને બે મીનીટમાં કાપીએ, પણ client Call ક્યાંકપાય છે ?
ફોનેબૂક ભરી છે મિત્રોથી, પણ કોઈ ના ઘરે ક્યાં જવાય છે ? હવે તો ઘર ના પ્રસંગો પણ હાલ્ફ ડે માં ઉજવાય છે,
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
કોઈને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે, થાકેલા છે બધા, છતા લોકો ચાલતા જાય છે,
કોઈક ને સામે રૂપિયા, તો કોઈક ને ડોલર દેખાય છે, તમે જ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે ?
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
બદલાતા પ્રવાહ માં આપણા સંસ્કાર ધોવાય છે, આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે ?
એકવર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે,ચાલો જલ્દી નિર્ણય લઈએ, મને હજુય સમય બાકી દેખાય છે !
દિલ પૂછે છે મારું,
jnpatel

No comments:

Post a Comment