Wednesday, June 30, 2010



મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન
અઢી કિલો હોય છે.
અને
જ્યારે
અગ્નિ સસ્કાર બાદ
તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.
જિંદગીનું

પહેલું કપડુ જેનું નામ ઝભલું,
જેમાં ખિસ્સું ન હોય
જે જિંદગીનું

છેલ્લું
કાપડ કફન,
એમાંય ખિસ્સું ન હોય.
તો વચગાળાના ખિસ્સા માટે
આટલી
ઉપાધિ શા માટે?
આટાલા દગા અને પ્રપચ શા માટે?
લોહી લેતા પહેલા
ગ્રુપ
ચેક કરાય છે,
પૈસા લેતા જરાક ચેક કરશો,
એ કયા ગ્રુપનો છે?

ન્યાયનો

છે? હાયનો છે? કે હરામનો છે?
અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ
આજે

ઘરમાં અશાંતી,ક્લેશ,કકાસ છે.
હરામનો ને હાયનો પૈસો,
જીમખાના ને
દવાખાના,ક્લબો
ને બારમાં,
પૂરો થઇ જશે.

...ને તનેય પૂરો કરી જશે..!
બેન્ક
બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય,
તો સમજવું કે પૈસો આપણને
સૂટ
નથી થયો.
jnpatel

No comments:

Post a Comment