Wednesday, June 30, 2010


...આવડે છે કે નહી, એ ખબર નથી!
લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ
પર ઉતારી લઉ છું
વાં
ચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન
ને જાણવાની કોશીશ કરી લઉ છું
જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ
પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું
ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ
રણમાં પાનીના આભાસથી દોટ મૂકી દઉ છું
બોલતા આવડે છે કે
નહી, એ ખબર નથી! પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું
સાંભળતા
આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું
રમતા
આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું
વ્યક્ત
કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી
લઉ છું
જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી
નાની મોટી ખુશીઓ છીનવી લઉ છું
અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી! પણ
કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું ....

jnpatel

No comments:

Post a Comment