Thursday, October 7, 2010

જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો,


૧) તમે જે કામ આજે કરી શકતા હો તે કદી કાલ પર મુલતવી રાખશો નહી

૨ ) તમે જે કામ જાતે કરી શકતા હો તે કદી બીજા ને સોપતા નહી

૩ ) તમે જેટલુ કમાયા હો તેનાથી વધુ ખર્ચ ક્યારેય કરશો નહી

૪ ) ખરેખર જે વસ્તુ ની જરુર ના હોય તે વસ્તુ ક્યારેય ખરીદશો નહી પછી ભલે તે સસ્તા મા મળે

૫ ) ગુસ્સો આવે ત્યારે કઈ પણ બોલતા પહેલા મનમા ૧ થી ૧૦ ગણી કાઢજો, ગુસ્સો બહુ ભારે હોય તો પુરા ૧૦૦ ગણી નાખજો

૬ ) ભુખ અને તરસ કરતા આત્મસંતોષ ને વધુ મહત્વ આપજો

૭) કોઈ પણ કામ હાથ માં લો તો ખુબજ સંભાળી ને હાથ માં લેજો; સમય, શક્તિ અને તમારી આવડત નો પૂરેપુરો ક્યાસ કાઢી ને હાથ પર લેજો

૮ ) કોઈ પણ કામ કેટલી ઝડપે પુરું કર્યુ છે તેના કરતા કેવી રીતે પુરુ કર્યુ છે તે અગત્ય નુ માનજો

૯ ) Quantity કરતા Quality ને વધુ મહત્વ આપજો

૧૦) હમેંશા બીજા ના સારા કામો ની કદર કરવી; ભલે પછી તમારા કામો ની કદર થાય કે ન થાય; તમારા કામો નો તમને આત્મસંતોષ મળે તે વધુ અગત્ય નુ છે

૧૧ ) જીંદગી ને કોઈ પણ જાત ની શર્ત વગર પ્રેમ કરો

jn

No comments:

Post a Comment