Wednesday, October 13, 2010

સમજ અને પ્રેમ નું ગણીત.


હું સમજું કે હું અધુરો
તુ સમજે કે હું ન ચાહું તને
હું સમજુ કે વાંક છે મારો
તુ કહે સમજાય ના મારી વાત તને

આપણે બન્યા છે ભોગ ગેરસમજનાં
ક્યારેક તું દોષ દીધા કરે તને
ક્યારેક હું દોષ દીધા કરું મને
દોષી કાંતો કોઇ નથી
કાં બંને છે

સમજ અને પ્રેમ
બે વચ્ચે અંતર બારીક સોય જેટલું
સમજને જણે બુધ્ધી, જ્યારે પ્રેમ જણે હ્રદય,
સંવેદનાઓ અને લાગણીઓનાં સંમિશ્રણો થી

આપણે એક મેકને માણીયે પ્રેમ થી
ને સમજીયે સમજ્થી તો
આપણું નાનકડું આકાશ ભરાઈ જાય
ઝગમગતા તારાઓનાં સુખથી

પણ સખી જો ને ભુલ આપણે કેવી કરી?
માણવા જઈએ છે સમજ થી
અને સમજવા જઈએ છે પ્રેમથી
અને તેથી તો છવાય છે ગેરસમજનાં કાળા ડીબાંગ વાદળો

ચાલ ને સખી બદલીયે સમજ અને પ્રેમ નું ગણીત..

jn

No comments:

Post a Comment