Wednesday, October 13, 2010

મને યાદ કરજો---સ્વાર્થ વિનાનો પ્રેમ વહેંચી ઈશ્વરને ગમતો બનું


કરવી તો છે, અમારે પણ બધી વાતો,
ક્યાં થાય છે, હવે આપણી મૂલાકાતો.

વાતોમાં, તમે ન કરતા મારી વાતો,
વાતનું કરી વતેસર, લોકો કરશે વાતો.

કહો કોને સંભળાવું, હવે મારી વાતો,
અહી કોણ છે, જે સમજે મારી વાતો.

હોઠોની પાછળ, ગુંગળાય છે વાતો,
સમયની કેવી છે, કાતિલ આ કરવતો.

મણકા બનીને, નયનથી ટપકે વાતો,
મારી અદામાં, તમારી માળા જપતો.

કહી દઉં હવાને, હું આપણી તે વાતો,
સાંભળી હવા પાસેથી, મને યાદ કરજો.


પુષ્પની સુગન્ધ માણી મુજમાં એ નિર્માણ કરું.
કુદરતની સુંદરતા જાણીને ખુદને સુંદર કરું.

રસનો બેહદ ચાહક છું, હું રસથી ભરપુર બનું.
મળી પ્રેમથી માનવના જીવનમાં આનંદ ભરું.

સૃષ્ટિનું સંગીત પીછાણી વાણીમાં ગુંથી લઉ.
વાયુનો સુસ્પર્શ પામી સૌના દિલ શીતલ કરું.

નિર્માતા જાણી પ્રભુને, ભાવથી મન પુષ્ટ કરું.
સ્વાર્થ વિનાનો પ્રેમ વહેંચી ઈશ્વરને ગમતો બનું.

jn

No comments:

Post a Comment