Wednesday, October 13, 2010

આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે

આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે.
ઘરમાં સૌથી ઓછી બોલતી વ્યક્તિને કોઇકવાર સાંભળવાનો પ્રયત્ન કરવા જેવો છે.
ઘણું બધું અને ઘણું સરસ બહાર આવશે
. આપણા સમાજમાં આમન્યા, વિવેક, મર્યાદા વગેરેના નામે અનેક બંધનો છે.
પરિણામે દીકરો બાપ સામે ખુલીને વ્યક્ત નથી થતો.
પત્ની આખી જિંદગી મૂંગા મોઢે મૂંઝાયા કરે છે
. દીકરી ન બોલ્યામાં નવ ગુણ જેવી કહેવતને
વાગોળતાં વાગોળતાં આંસુઓ બધા અંદર ઉતારી જાય છે.
આ બધા પાછળનું સૌથી મોટું કારણ અભિવ્યક્તિનો અભાવ છે.
આપણી કેળવણી લખવા આધારીત રહી છે.
આપણું કુટુંબજીવન વાણી સ્વાતંત્રયના અભાવમાં અટવાય છે
એટલે વૈચારિક વેન્ટિલેશન થતું જ નથી
અને પરિણામે મનમાં જન્મતા ક્રોધ, વિચાર, ચિંતા, બીક, લાગણી, નફરત
વગેરે બધું માણસની અંદર ધરબાઇ જાય છે.

jn

No comments:

Post a Comment