Wednesday, October 13, 2010

happy ganesh chaturthi


ગણપતિના સૂપડા જેવા કાન છે.
તે સંકેત આપે છે કે
કાન ઉપર પડતી બધી વાતો મન ઉપર ન લેતાં
તેને ખંખેરી નાખવી જૉઈએ.
ગણપતિની સૂંઢ તેના ઐશ્વર્યનું પ્રતીક છે.
હાથી જમે ત્યારે સૂંઢથી વેરતો વેરતો મસ્તીથી જમે છે
તેથી સેંકડો કીડી-મકોડા પણ જમતાં હોય.
તારી પાસે વૈભવ છે ને?
તો મસ્તીથી ભોગવ પણ જેની પાસે નથી તેને પણ ભોગવવા આપ.
ગણપતિના બે દાંતમાંથી એક દાંત ખંડિત છે અને બીજો આખો છે.
તો ખંડિત થયેલો દાંત એ બુદ્ધિનું પ્રતીક છે
અને આખો દાંત એ શ્રદ્ધાનું પ્રતીક છે.
‘પ્રભુ! અમારા જીવનમાં વિધ્નો ન આવે
અને આવે તો
તે ટાળવાની દૃષ્ટિ અને સામથ્ર્ય આપ!'

No comments:

Post a Comment