Sunday, July 24, 2011

તારાજ રસ્તામાં...


બધાજ રસ્તા નદીની જેમ વહેશે અહિં તારાજ રસ્તામાં....
ક્યારનોય ચરણ બોળીને બેઠો છું અહિં તારાજ રસ્તામાં....

નયનો બીછાવ્યા છે ને મીટ માંડી.....
રાહ જોઉં છું આજ અહિં તારાજ રસ્તામાં....

પંખી કરે કલરવ ને વૃક્ષો પાથરી ને બેઠા છે....
છાંયડો અહિં તારાજ રસ્તામાં....

વાદલડી કરે છે ગડગડાટ ને ઝીણી ઝીણી....
છાંટડી છાંટે છે અહિં તારાજ રસ્તામાં....

સંગીત ને સજાવી તાલ ને મળાવી....
તૈયાર રાખ્યા છે JN એ અહિં તારાજ રસ્તામાં....jn

No comments:

Post a Comment